કોર્ન સેન્ડવીચ પકોડા

Written by તૃપ્તિ માધાણી on. Posted in રસોઈ।વાનગીઓ

corn sandwich pakora

સામગ્રી :-  (4 – વ્યક્તિ માટે)

 1. બાફેલા અમેરિકન મકાઈના દાણા – 1, 1/2 કપ
 2. બાફેલા બટેટાનો માવો – 1/2 કપ
 3. 16 સ્લાઈઝ સેન્ડવીચ બ્રેડ
 4. બટર પ્રમાણસર
 5. કોથમીરની ચટણી
 6. કેચપ (ટમેટો સોસ)
 7. મીઠું સ્વાદ અનુસાર
 8. હળદર – 1/2 ટી સ્પૂન
 9. લાલમરચું પાઉડર – 1 ટી સ્પૂન
 10. આદું – મરચાની પેસ્ટ – 1 ટી સ્પૂન
 11. તજ – લવિંગ પાઉડર – 1/2 ટી સ્પૂન
 12. ખાંડ – 1 ટી સ્પૂન
 13. લીંબુનો રસ – 1 ટી સ્પૂન
 14. તેલ

રીત :-

(1)  સ્ટફીંગ / પૂરણ બનાવવા માટે :-

સૌ પ્રથમ કડાઈમાં 1 ટી સ્પૂન તેલ લઈ ગરમ થાય પછી જીરું નાંખી જીરું તતડે એટલે આદુ – મરચાની પેસ્ટ નાંખો. થોડું સેકાય એટલે બાફેલા અમેરિકન મકાઈના દાણા નાંખો. મીક્સ કરી બાફેલા બટેટાનો માવો નાંખો. પછી હળદર, લાલ મરચું પાઉડર, તજ-લવિંગ  પાઉડર, ખાંડ, લીંબુનો રસ અને મીઠું નાંખી બધું સરખું મીક્સ કરી પૂરણ તૈયાર કરો.

(2)  કોથમીરની ચટણી બનાવવા માટે :-

==>  કોથમીર 1 કપ, લીલા મરચાં 2 નંગ, આદુનો ટુકડો 1 નાનો, સીંગદાણા 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 1 ટેબલ સ્પૂન, લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન, બરફ 2 ક્યૂબ.

==>  સૌ પ્રથમ એક મિક્ષચર જારમાં કોથમીર, લીલા મરચાના ટુકડા નાંખો, પછી આદુનો ટુકડો, શીંગદાણા, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને બરફના 2 ક્યૂબ નાંખી ચર્ન કરી ચટણી તૈયાર કરો.

(3) ખીરું બનાવવા માટે :-

==>  મકાઈનો લોટ – 1 કપ, કોર્ન ફ્લોર – 2 ટી સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, પેપ્રીકા – 1 ટી સ્પૂન, ખાવાના સોડા – ચપટી.

==>  એક બાઉલમાં મકાઈનો લોટ લો. પછી તેમાં કોર્ન ફ્લોર નાંખો, મીઠું, હળદર, પેપ્રીકા અને ખાવાના સોડા નાંખી બધું મીક્સ કરો. જરૂર પ્રમાણે પાણી નાંખી મિડીયમ બેટર બનાવો. બટેટા વડાના ખીરા જેવું ખીરું બનાવવું.

કોર્ન સેન્ડવીચ પકોડા બનાવવા માટેની રીત :-

સૌ પ્રથમ એક બ્રેડ ઉપર બટર લગાવો. પછી તેની ઉપર કોથમીરની ચટણી લગાવવી. બટર લગાડેલી બ્રેડ તેના પર મૂકવી.
ઉપરની સાઈડ પર ફરી બટર લગાડી 2 ટેબલ સ્પૂન મકાઈનું પૂરણ લગાવવું. ફરી બટર લગાવેલી બ્રેડ મુકવી.
બ્રેડ ઉપર બટર લગાવી કેચપ લગાવવો. ફરી બટર લગાવેલી બ્રેડ તેના પર મુકવી.આમ કુલ ચાર બ્રેડ થશે.
બનાવેલ મકાઈના લોટના ખીરામાં ડીપ કરી કોર્ન સેન્ડવીચને ગરમ તેલમાં તળવી.
તેલ વધારે લેવું, આજુબાજુનું તેલ તેના પર નાંખતા જવું. આછા ગુલાબી રંગનું થાય એટલે નીચે ઉતારી કોર્નર ઉપરથી કાપી ચાર કટકા કરવા.
આ પકોડાને ચટણી અને કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવું.
.
GD Star Rating
loading...
કોર્ન સેન્ડવીચ પકોડા, 7.6 out of 10 based on 10 ratings

તમને આ પણ ગમશે:

The following two tabs change content below.
રસોઈ અને નવી નવી વાનગીઓ બનાવવી અને લોકોને ચખાડવી એ મારો શોખ છે.

Latest posts by તૃપ્તિ માધાણી (see all)

Tags: ,

Trackback from your site.

તૃપ્તિ માધાણી

રસોઈ અને નવી નવી વાનગીઓ બનાવવી અને લોકોને ચખાડવી એ મારો શોખ છે.

Comments (2)

 • Jeetendra Solanki

  |

  બહુજ સારી રેસિપી છે ,,,,,,,,,
  આભાર ,,,,,,

  જીતેન્દ્ર સોલંકી ,,,,,,અંકલેશ્વર

  GD Star Rating
  loading...

  Reply

Leave a comment


Press Ctrl+G to change language to English/Gujarati.
Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

(C) All Rights Reserved. ટહુકાર