ચાલ સોપી જોઈએ

Written by ડો. મુકેશ જોષી. Posted in ગઝલ

gazal

ચાલ આદમ-ઈવને અહી પાછા બોલાવી જોઈએ, ને છૂટાછેડાના સઘળા કેસ એને સોંપી જોઈએ.   ખાતું “ન ખાતું” કરીએ, જનપથને શું પૂછીએ ? ચાલ હવે આપણે જ વિભાગો વહેચી જોઈએ.   અર્જુનને પુંચ, ભીમને લદાખ સોપી જોઈએ. કારગીલમાં કૃષ્ણનું સુદર્શન મૂકી જોઈએ.   ઘટોત્કચને પડોશમાં, અભિમન્યુને પૂર્વમાં, પ્રતાપ અને શિવજીને નકસલવાદ સોપી જોઈએ.   રૂપિયો ઘસીને મફત કઈ વહેચાય નહિ, ચાલ કૌટિલ્યને એક બજેટ સોપી જોઈએ.   ચાણક્યને આયોજન અને ...

આવજે

Written by ડો. મુકેશ જોષી. Posted in ગઝલ

krishna

  સારથી ના થઇ શકે તો સાર બનીને આવજે, ખુદ આવી ના શકે, અણસાર બનીને આવજે.   તું સ્વપ્નમાં આવી શકે તો ય હું દર્શન કરીશ, શરત બસ એ જ છે કે સાકાર બનીને આવજે.   ચાતક બનાવ્યો તે, તો વરસાદ બની આવ તું, હોય ભલેને માવઠું, મુશળધાર બનીને આવજે.   શાસ્ત્ર છે બુંઠા બધા, તું ધાર બનીને આવજે, ને સંબંધ જુઠા બધા, આધાર બનીને આવજે.   વેદનાની ...

નિ:શબ્દ

Written by વિષ્ણુ દેસાઈ "શ્રીપતિ". Posted in વાર્તા

story

“દોસ્ત, શાશ્વત હવે બહુ થયું. લગ્ન કરી લે. ક્યાં સુધી તેની રાહ જોઇશ , અનામિકા તો પરણી ને પારકી થઇ ગઈ.” “એ અનામિકાની બેવફાઈ નહી પણ ખાનદાનની છે તીર્થ , અને તેના પરિવાર સાથેની વફાદારી.” “તું તેને પાંચ વરસથી પ્રેમ કરે છે, તો એ તારા પાંચ વરસના પ્રેમના બદલામાં તે શું મેળવ્યું ?” “માત્ર મેળવવું એ જ પ્રેમ ...

વાત એમની આમ તો સાચી હતી

Written by ડો. મુકેશ જોષી. Posted in ગઝલ

gazal tahukar

વાત એમની આમ તો સાચી હતી, જિંદગી નીકળી સાવ કાચી હતી.   હું ગુમાનમાં રહ્યો બસ એટલે, કે એક એક ઈંટ મેં ખાંચી હતી.   એની આપેલી એ લઈલે ભલે, મેં ભલા ક્યાં જિંદગી યાચી હતી ?   હું ગઝલને એકલો મળતો રહ્યો, એ સભાના ખ્યાલમાં રાચી હતી.   છું હવે તો હું ય એ સમજી ગયો, કે મીરાં શું કામ આમ નાચી હતી ?   જિંદગીભર જે ના સમજાવી ...

પ્રાર્થના

Written by ડો. મુકેશ જોષી. Posted in ગઝલ

prayer

સાલ ભર આમ જ પ્રભુ તું આવતો રહેજે, ને સદા દિલમાં દીવા પ્રગટાવતો રહેજે.   નાવ તારી, સાગર તારો ને બેસાડ્યા તે જ છે, તો હલેસા પણ થોડાક તું મારતો રહેજે.   બાળ અબુધ છીએ અમે, હે કરુણાસાગર, તું એ કરુણા, હે પ્રભુ, વરસાવતો રહેજે.   તું સ્વયં પ્રકાશ છે, ઘોર આ અંધકાર કાં? પથ મારા, હે પ્રભુ, અજવાળતો રહેજે.   પ્રાર્થનાતો હું કરીશ, હે પ્રભુ કાયમ ...

કાગળની હોડી

Written by ડો. મુકેશ જોષી. Posted in ગઝલ

kagalni hodi - gazal - tahukar

કાગળની હોડી પાર હું કરી શક્યો નહિ, સાચું વજન શમણાનું ગણી શક્યો નહિ.   તકલી તો હાથમાં હતી, પણ રૂ જ ક્યાં હતું? મથ્યો ઘણું પણ હું કશું વણી શક્યો નહિ.   જે કોઈ મળ્યા તે બધા ગુરુ જ નીકળ્યા, સારું થયું કે એ બધું ભણી શક્યો નહિ.   મારી આ ઝુંપડીમાં છે મોકળાશ એટલી, કિલ્લા તો સ્વપ્નમાં ય ચણી શક્યો નહિ.   કાયમ હું વાવણીમાં રચ્યો-પચ્યો ...

તારીખ ૧૯/૫

Written by વિષ્ણુ દેસાઈ "શ્રીપતિ". Posted in વાર્તા

mother-baby

આજે ૧૯/૫/૨૦૧૩ હતી. આજે વિશાલ અને પાયલના ઘરે વિશાલની સોસાયટીના લોકો તથા વિશાલની ઓફિસનો બધો સ્ટાફ ભેગો થયો હતો. આજે વિશાલના લગ્નની ચોથી વરસ ગાંઠ હતી અને તેના પુત્ર નિર્મલની જન્મની ત્રીજી વરસગાંઠ હતી. આ નિમિતે પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી પૂરી થતાં બધા પોતાના ઘરે જવા નીકળ્યા. પાર્ટીમાંથી ઘરે જવા માટે નીકળેલા વિશાલની ઓફીસના ...

કોણે કહ્યું કે હું હવે થાકી ગયો છું?

Written by ડો. મુકેશ જોષી. Posted in ગઝલ

sad-man-walking

કોણે કહ્યું કે હું હવે થાકી ગયો છું ? ભાર બપોરે બસ થોડો હાંફી ગયો છું.   પકવવા મને પડીકી તું શોધ નહિ, દોસ્તીના બાફથી ખાસ્સો પાકી ગયો છું.   એ સર્વવ્યાપી છે માનું છું તો ય હું, શોધવા એને મથુરા અને કાશી ગયો છું.   કોઈ શી રીતે કહો છેતરી શકે હવે? હું ચિતાની રાખ પણ જો માપી ગયો છું.   ક્યાં હશે વળાંક ને ક્યાં ...

જન્મકુંડળી

Written by વિષ્ણુ દેસાઈ "શ્રીપતિ". Posted in વાર્તા

Couple Holding Hands

અમદાવાદની મથુરા નગર સોસાયટીમાં આજે ખુશીનું વાતાવરણ હતું. તેની પાછળ બે કારણ હતા. એક કે બંગલા નંબર ૧૩ મા રહેતા મુલચંદભાઈની દીકરી કુંદન કે જે ઘરેથી રિસાઈને ચાલી ગઈ હતી તે એક મહિના પહેલા જ પાછી ફરી હતી અને આજે પ્રકાશ નામના છોકરા સથે તેના લગ્ન થઇ રહ્યા હતા. બીજું ખુશીનું કારણ એ હતું કે ...

માં

Written by શ્રી કાન્તિલાલ વાઘેલા. Posted in વાર્તા

maa

હે...... બાપુ!!! આ  ભોલિયો, ભોપાલો, ગોપીડો અને આ માધીયો .....ઇ હંધાયને મા અને મારે જ નૈ!!! એમ કેમ હશે? હે.. બાપુ ક્યો તો ખરા???  હં......અ કોણે કહ્યું નાનકા !!!તારે મા નથી??  હંધાય કેચ્છ’કે તારે તો મા જ નથી. અરે ! હોય કાય....!  .મા તો તારેય છે,પણ ઇ બચાડી  બોવ માંદી રેચ્છ તે મોટે દવાખાને દવા કરાવવા ગઇ’ચ્છ...કાલ્ય ...

(C) All Rights Reserved. ટહુકાર